મોદી સાથે ઇમિગ્રન્ટ્સ મુદ્દે ચર્ચા, તેઓ ફેબ્રુઆરીમાં યુએસની મુલાકાત લેશે: ટ્રમ્પ

મોદી સાથે ઇમિગ્રન્ટ્સ મુદ્દે ચર્ચા, તેઓ ફેબ્રુઆરીમાં યુએસની મુલાકાત લેશે: ટ્રમ્પ

મોદી સાથે ઇમિગ્રન્ટ્સ મુદ્દે ચર્ચા, તેઓ ફેબ્રુઆરીમાં યુએસની મુલાકાત લેશે: ટ્રમ્પ

Blog Article

અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર “જે યોગ્ય છે” તે કરશે અને વડાપ્રધાન મોદી ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત લે તેવી શક્યતા છે.

ટ્રમ્પે સોમવારે ફ્લોરિડાથી જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પરત ફરતી વખતે એરફોર્સ વનમાં સવાર પત્રકારો સાથે વાત કરતા આ ટિપ્પણી કરી હતી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ફોન કોલ દરમિયાન બંને નેતાઓએ મોદીની યુએસ મુલાકાતની યોજનાઓ પર પણ ચર્ચાવિચારણા કરી હતી.

દરમિયાન બંને નેતાઓ વચ્ચેના ફોન કૉલના અંગે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ટ્રમ્પે મોદી સાથે “ફળદ્રુપ” ફોન કૉલ કર્યો હતો તથા વાજબી દ્વિપક્ષીય વેપાર સંબંધો અને ભારત-યુએસ સહયોગ તરફ આગળ વધવાની રજૂઆત કરી હતી.
સોમવારે ફ્લોરિડાના રિટ્રીટમાં હાઉસ રિપબ્લિકન સાથે વાતચીત કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા એવા દેશો પર ટેરિફ લાદશે જે અમેરિકાને “નુકસાન” કરે છે. તેમણે આ સંદર્ભમાં ચીન, ભારત અને બ્રાઝિલના નામો આપ્યા હતાં.

શું મોદી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ લેવા માટે સંમત થયા હતાં છે કે નહીં તેવા સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે મોદી જે યોગ્ય છે તે કરશે. અમે ચર્ચા કરી રહ્યા છીએ. આજે સવારે (સોમવારે) મેં તેની સાથે લાંબી વાતચીત કરી હતી. તેઓ આવતા મહિને કદાચ ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ આવવાના છે. ભારત સાથે અમારા ખૂબ સારા સંબંધો છે. મોદી સાથેની ફોનકોલ અંગેની વિગતો અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે જણાવ્યું હતું કે દરેક બાબતની ચર્ચાવિચારણા થઈ હતી.

વડાપ્રધાનની યુ.એસ.ની સફર ફોન કોલ દરમિયાન ફાઇનલ કરવામાં આવી હતી. ટ્રમ્પના બીજા કાર્યક્રમમાં મોદીની પ્રથમ યુએસ મુલાકાત હશે. ટ્રમ્પ અને મોદી વચ્ચે સારા મૈત્રીપૂર્ણ સંબંધો છે. બંનેએ સપ્ટેમ્બર 2019માં હ્યુસ્ટનમાં અને ફેબ્રુઆરી 2020માં અમદાવાદમાં બે અલગ-અલગ રેલીઓમાં હજારો લોકોને સંબોધિત કર્યા હતા.

વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટે અમેરિકા દ્વારા નિર્મિત સુરક્ષા સાધનોની ખરીદીમાં વધારો કરવા અને વાજબી દ્વિપક્ષીય વેપાર સંબંધો તરફ આગળ વધવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

Report this page